આવેદનપત્ર:જામનગરમાં વરસાદથી ખેડૂતોની હાલત કફોડી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તુરંત સહાય-પેકેજ જાહેર કરો: કિશાન સંઘ

જામનગર જિલ્લામાં થયેલા અતિ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જે પાક ઉભા છે તેમાં ઉત્પાદન મળી શકે તેમ નથી માટે ખેડૂતોને તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવા ભારતીય કિશાન સંઘ દ્વારા જામનગરમાં કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં અતિ વૃષ્ટિના કારણે જિલ્લામાં મગફળી, કપાસ, તુવેર, તલ, મગ જેવા ઉત્પાદન મળી શકે તેમ નથી તે માટે ભારતીય કિશાન સંઘ દ્વારા જામનગરના કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, વરસાદના ખોટા આંકડા રજૂ થાય છે, પાક માટે નિષ્ણાંતોનો મત લેવો, સતત વરસાદથી ઉત્પાદન મળે તેમ નથી, ટેકાના ભાવથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવી, જે જમીનમાં સતત વરસાદથી પાણીના રેસા ફૂટી ગયા છે તેવા ખેતરોનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવી, ધોવાણ અથવા ડૂબમાં ગયેલી જમીનોનો સર્વે કરવો વગેરે મુદાઓ ધ્યાને લઈ ખેડૂતોની ખેતી બચાવવા માટે તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે કલેકટર મારફતે કિશાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...