પુરવઠાની કાર્યવાહીથી દોડધામ:જામનગર જિલ્લામાં બાયો ડીઝલના પંપો પર દરોડા : 5 પંપો સીલ કરાયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાયોડીઝલના વેચાણ સામે ઉભા થયેલા સવાલોને લઇ કાર્યવાહી શરૂ કરાઇ

જામનગર જિલ્લામાં આવેલા બાયોડીઝલના પંપો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બાયોડીઝલ અંગે સાત જેટલા સેમ્પલો પણ લીધા હતા, આ સેમ્પલોના પરીક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જ્યારે પુરવઠા વિભાગ દ્રારા બાયો ડીઝલના પંપમાં રહેલા જથ્થાઓ સાથે સીઝ કરવામાં આવેલ હતાં.

જામનગર જિલ્લામાં જુદા જુદા તાલુકા બાયો ડીઝલના વેચાણને લઇ ભારે વિવાદ ઉભો થયો છે ત્યારે બાયો ડીઝલના પમ્પો ઉપર જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાની સૂચનાથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તાલુકા પુરવઠા અને જિલ્લા પુરવઠાના પુરવઠા નિરીક્ષકો દ્રારા બાયો ડીઝલના પંપો ઉપર ચેકિંગ હાથ ધરેલ હતું, જેમાં જામનગર તાલુકા જિલ્લામાં જામનગર તાલુકાના ત્રણ બાયોડીઝલના પંપો અને લાલપુર તાલુકામાં આવેલા ત્રણ બાયો ડીઝલના પંપો ઉપર આ પુરવઠાની ટીમ ત્રાટકી હતી. બાયોડીઝલના વેચાણ સામે ઉભા થયેલા સવાલો ને લઇ આ કાર્યવાહી શરૂ થતા બાયો ડીઝલના પંપોનામાલિકો ફફડાટ ફેલાયો થયો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના થી ચેકિંગની કાર્યવાહીમાં આ બાયો ડીઝલના પંપો ઉપરથી બાયો ડીઝલના સેમ્પલો લેવાની કાર્યવાહી કરેલ હતી, જેમાં પાંચ પંપો ઉપરથી સાત સેમ્પલોને લઈને વડોદરા સાથે પરીક્ષણ માટે મોકલી આપ્યા હોવાની સુત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ હતી, મહત્વની બાબત છે કે બાયો ડીઝલના પંપો ઉપર દરોડાની કાર્યવાહી સાથે સેમ્પલો લીધા બાદ પુરવઠા વિભાગ દ્રારા બાયોડીઝલના પંપોમાં રહેલો બાયો ડિઝલનો લાગી જથ્થો પણ સીઝ કરાયો હતો, જેને લઇ બાયો ડીઝલ પંપોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...