કરોડોની વીજચોરી:જામનગર જિલ્લામાં વીજ કંપનીના સતત પાંચમા દિવસે દરોડા, અધધ 1.38 કરોડની વીજ ગેરરીતિ મળી આવી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજકંપનીની દરોડાની કાર્યવાહીના પગલે જિલ્લામાં વીજચોરોમાં ફફડાટ

જામનગરની વીજ કચેરી દ્વારા શરૃ કરવામાં આવેલા વીજ ચેકીંગ દરમિયાન આજે કાલાવડ નાકા બહારના વિસ્તાર તેમજ મસીતિયા અને કનસુમરામાં ચેકીંગ હાથ ધરાયું છે. ગઈકાલે ધ્રોલ, જોડિયા અને કાલાવડમાંથી 20 લાખ ઉપરાંતની વીજચોરી મળી આવી છે. વીજ કંપની દ્વારા છેલ્લા પાંચ દિવસમાં હાલાર પંથકમાંથી 1.38 કરોડની વીજચોરી ઝડપી પાડી છે.

આજે 31 ટુકડીઓએ વીજચેકીંગ કાર્યવાહી હાથ ધરી
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા શરુ કરવામાં આવેલા ચેકીંગ દરમિયાન આજે પાંચમા દિવસે જામનગર સર્કલમાં આવતા સિટી-2 ડિવિઝન હેઠળના નગરસીમ તેમજ શાપર અને જામનગર ગ્રામ્ય સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર તેમજ મસીતિયા અને કનસુમરા ગામમાં આજ સવારથી વીજ કંપનીના અધિકારીઓના વડપણ હેઠળની એકત્રીસ ટૂકડીઓ ચેકીંગ માટે દોડી ગઈ છે. તેઓની સુરક્ષા માટે સ્થાનિક પોલીસના 22 જવાન, 12 એસઆરપીમેન, 8એક્સ આર્મીમેન સાથે રાખવામાં આવ્યા છે.

ગઈકાલે ધ્રોલ-જોડિયા પંથકમાંથી 20 લાખની વીજચોરી ઝડપી હતી
ગઈકાલે કાલાવડ, ધ્રોલ અને જોડિયામાં ચોત્રીસ ટૂકડીઓએ કરેલા ચેકીંગ દરમિયાન 483 વીજજોડાણ ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 63જોડાણોમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂ.20.65 લાખ ના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...