કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત:રાહુલ ગાંધીએ ઈડી ઓફિસ બહાર ધરણા કરતા પોલીસે અટકાયત કરી,તેના વિરોધમાં જામનગર કૉંગ્રેસે પૂતળા દહન કર્યું

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર કૉંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈડી ઓફિસ બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી. તેના વિરોધમાં જામનગર કૉંગ્રેસે કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઈડીના પૂતળાનું દહન કરાયું
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી ઈડી સમક્ષ રજૂ થયા બાદ રાહુલ ગાંધી દ્વારા ધરણા પ્રદર્શન કરતા તેમની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રસ્તા રોકો અને ટાયર પણ સળગાવવામાં આવ્યા હતા.

કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
ઈડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે ત્યારે ઈડી ઓફિસ સામે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા. ત્યારે રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી તેના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે રસ્તા રોકો કર્યું હતું અને ટાયરો સળગાવી દીધા પૂતળુ સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે તો પૂતળા સળગાવવાની સાથે જ પોલીસે કોંગ્રેસે કાર્યકરોની ધરપકડ કરી હતી

​​​​​​​

<

અન્ય સમાચારો પણ છે...