• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Raghavji Patel, Who Left The Congress And Joined The BJP, Was Made A Cabinet Minister. He Was Also A Cabinet Minister In The Rajpa Government.

મંત્રીમંડળની રચના:જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી બન્યા, રાજપા સરકારમાં પણ રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઘવજીભાઈના ઘરે લાપસીના આંધણ મુકાયા
  • 1985માં કેશુભાઈ પટેલ સામે કાલાવડ બેઠક પર ચૂંટણી લડ્યા હતા

જામનગર જિલ્લાના બે સિટિંગ મંત્રીઓને પડતા મુકાયા બાદ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગોની ફાળવણી કરવામા આવી છે.

કૉંગ્રેસથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર રાઘવજી પટેલ એકથી વધુ વાર પક્ષપલટો કરી ચૂક્યા છે. તેઓ શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.રાઘવજી પટેલની રાજકીય કારકિર્દીરાઘવજી પટેલે વર્ષ 1975માં કૉંગ્રેસમાંથી પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1975 થી 1982 દરમિયાન ધ્રોલ તાલુકા યુથ કૉંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. બાદમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 1985માં કાલાવડ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.1990 અને 1995માં કાલાવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ રહ્યા હતા.ત્યારબાદ રાઘવજી પટેલ કૉંગ્રેસમાં જોડાયા હતા અને વર્ષ 2007માં જોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રાઘવજી પટેલની હાર થઈ હતી. જો કે, પેટાચૂંટણીમાં ફરી તેને ટિકિટ મળતા તેઓ અહીં જીત્યા હતા. હવે તેને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન અપાયું છે. રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગોની ફાળવણી કરવામા આવી છે.

સહકાર ક્ષેત્રે પણ રાઘવજી પટેલનો દબદબો
રાઘવજી પટેલ ડીસ્ટ્રીક્ટ બેંકમાં ડાયરેક્ટર પદે અને જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...