કૃષિમંત્રીનું સન્માન:જામનગરના બેડીમાં સમસ્ત સમાજ દ્વારા સમારોહ યોજી રાઘવજી પટેલનું સન્માન કરાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધુ સુસજ્જ કરવા પ્રતિબદ્ધ છીએ- રાઘવજી પટેલ

જામનગરના બેડી વિસ્તારમાં વિવિધ સમાજ અને કાર્યકરો દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

સન્માન સમારોહમાં હાજર રહેલા મંત્રી રાઘવજી પટેલે બેડી સમસ્ત જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે અને રાજ્ય સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દરેક સમાજ, દરેક વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત છે. ત્યારે જામનગરમાં પણ દરેક વિસ્તારના વિકાસના કાર્યો આગળ ધપાવીને લોકો માટે આંતરમાળખાકીય સુવિધાઓ વધુ સુસજ્જ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.

આ પ્રસંગે કિસાન મોરચાના પ્રમુખ વિશાલભાઇ મોદી, યુનુસભાઇ સમા, મનિષાબેન બાબરીયા, કિરણભાઈ વાઘેલા, અકબરભાઈ કક્કલ, ઈકબાલભાઈ ખફી, રોમાનાબેન, સામત ડાડા, બાબલાભાઈ ખોળ, સત્તારભાઈ ખોળ, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ, મામતભાઇ પતાણી તથા વિસ્તારના સર્વે આગેવાનો અને રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...