ચૂંટણી મેદાનમાં 'સર' જાડેજા:જામનગર ઉત્તર બેઠક પર રવીન્દ્રએ પત્ની રીવાબા માટે પ્રચાર કર્યો, પરસોતમ રૂપાલાની સભામાં હાજરી આપી

જામનગર9 દિવસ પહેલા

જામનગર ઉત્તર બેઠક પર ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે આજે રવીન્દ્ર જાડેજા પણ પત્નીના પ્રચાર માટે ચૂંટણી સભામાં જોવા મળ્યા હતા. જામનગર ઉત્તર અને દક્ષિમ બેઠક માટે પરસોતમ રૂપાલાની યોજાયેલી જાહેરસભામાં રવીન્દ્ર જાડેજાએ હાજરી આપી હતી.

ફોર્મ ભરવા સમયે પણ પત્નીના સાથે હતા
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ જ્યારે જામનગર ઉત્તર બેઠક પર ઉમેદવારી નોંધાવી ત્યારે પણ રવીન્દ્ર તેમની સાથે રહ્યા હતા. આ સમયે પત્ની માટે ચૂંટણી પ્રચાર કરવાની પણ તેમણે વાત કરી હતી.

ભાજપને બહુમતીથી જીત અપાવવા અપીલ કરી
રવીન્દ્ર જાડેજાએ 20 તારીખે પત્નીના પોસ્ટર સાથે એક ટ્વીટ પણ કર્યુંહ તું. જેમાં જામનગરની જનતાને અપીલ કરી હતી કે, ચાલો ભાજપને બહુમતીથી જીત અપાવીએ.

રીવાબા અને રવીન્દ્રએ અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખંભાળીયામાં જાહેરસભા સંબોધવા માટે જામનગર એરપોર્ટ પર આવ્યા હતા. આ સમયે જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સમયે ભાજપના અન્ય હોદેદારો પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...