હુમલો:દ્વારકામાં સાઇડમાં ઉભા રહેવાનુ કહેતા ઝઘડો, પિતા-પુત્રી પર હુમલો

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોકા વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની રાવ

દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રૌઢ અને તેની પુત્રી પર હુમલો કરી ઇજા પહોચાડી હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક સામે ફરીયાદ નોંધાઇ છે.ભોગગ્રસ્તની પુત્રી એઠવાડ નાખવા માટે ઘર પાસે રોડ પર ગઇ હતી જે વેળાએ ત્યાં રહેલા આરોપીને સાઇડમાં ઉભા રહેવાનુ કહેતા ઉશ્કેરાઇ જઇ આ હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકામાં ટીવી સ્ટેશન નજીક હનુમાનજી મંદિર પાસે રહેતા ભારાભાઇ પેથાભાઇ લધા નામના પ્રૌઢે પોતાના તથા તેની પુત્રી સાથે ઝઘડો કરી લાત મારી તેમજ ઘોકા વડે માર મારી ઇજા પહોચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં જીવણભાઇ વાધેર સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભોગગ્રસ્તના પુત્રી ઘરની બહાર રોડ પર એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યાં આરોપી ઉભા હોય જેથી તેને સાઇડમાં ઉભા રહેવા કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ તેણે યુવતિને ઇજા કરી તેમજ ભોગગ્રસ્તને લાકડાના ઘોકા વડે માર મારી ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી પણ ઉચ્ચારી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...