દરોડા:પ્રોવિઝન સ્ટોર્સમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો, ઘઉં-ચોખાના 58 બાચકા સીઝ કરતું તંત્ર

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુલાબનગરમાં પુરવઠા વિભાગનો દરોડા

જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં પ્રોવીઝન સ્ટોર્સમાં સસ્તા અનાજનો જથ્થો વેંચાણ થતો હોવાની માહિતીના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં ઘઉં-ચોખાનો 58 બાચકાનો સરકારી અનાજનો જથ્થો સ્થગિત કરી કબજે લેવાતા શહેરભરમાં ચકચાર મચી ગઇ છે.જામનગરના ગુલાબનગર વિસ્તારના એક પ્રોવીઝન સ્ટોર્સમાં સરકારી અનાજનો જથ્થો વેંચાણ થઈ રહ્યો છે તેવી માહિતીના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન દુકાનમાંથી 58 બાચકા જેટલો ઘઉં-ચોખાનો જથ્થો સ્થગિત કરી કબજે કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ દુકાન સંચાલકનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જો કે આ બાબતે પુરવઠા વિભાગની કચેરી દ્વારા મગનું નામ મરી પાડવામાં ન આવતા અનેક સવાલ ઉઠયા છે. છેલ્લા ઘણાં સમયથી પુરવઠા કચેરી દ્વારા ઊડીને આંખે વળગે તેવી કોઈ કામગીરી ન થતા કામગીરી શંકાના દાયરામાં આવી છે. શહેરમાં પ્રોવિઝન સ્ટોર્સમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા આ મુદો શહેરભરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...