તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને 1050 જેવો ભાવ મળી રહ્યો છે, પરંતુ ખેડૂતો પોતાનો માલ ખૂલ્લા બજારમાં વેચવા વધુ જઈ રહ્યા છે અત્યાર સુધી ફક્ત 7 હજાર ઉપરાંત જ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા યાર્ડમાં પહોંચ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રીયા ચાલી રહી છે. જેમાં જિલ્લાના કુલ નોંધાયેલા ૪૦૭૯૨ ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ૩૫૭૫૮ ખેડૂતોને મગફળી વેચવા બોલાવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૭૮૦૫ ખેડૂતોએ જ વેચાણ કર્યું છે. જો કે, છેલ્લા થોડા દિવસોથી વધુન વધુ ખેડૂતો આવી રહ્યા છે. ૩૧૬ ખેડૂતોએ મગફળી વેચી હતી. કલ્યાણપુરના ૩૪૯૬, ખંભાળીયાના ૨૫૦૯, ભાણવડના ૧૭૪૧ તથા દ્વારકાના ૫૯ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે. હાલ ખુલ્લા બજારમાં નબળી મગફળીના ૭૫૦-૮૦૦ જેવો ભાવ મળે છે. જ્યારે ટેકાના ભાવે મણના ૧૦૫૦ મળતા હોય ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.