મગફળી ખરીદી:દ્વારકા જિલ્લામાં તા.9મીથી ટેકાના ભાવે મગફળી ખરીદી

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્લોક રજીસ્ટ્રેશન બાંહેધરીપત્રક આપી સુધારી શકાશે

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારકા દ્વારા જણાવાયું છેકે, નાયબ ખેતી નિયામક ગાંધીનગરના પત્ર ની વિગતે ખરીફ માર્કેટીંગ સીઝન 2021-22માં ટેકાના ભાવે કઠોળ તેલીબીયાંની ખરીદી માટે રાજય નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગરની નિમણુંક કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા રાજયમાં પીએસએસ હેઠળ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે તા.31 ઓકટોબર દરમિયાન ખેડુતોની નોંધણી તથા તા.9 નવેમ્બરથી 90 દિવસના સમયગાળા દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે.

ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદીની કામગીરી દરમિયાન ખેડુતો દ્વારા રજીસ્ટ્રેશન સમયે નોંધણી માટે જરૂરી દસ્તાવેજોની નકલ જમા કરાવવામાં આવે છે. સદર ચકાસણી દરમિયાન રજીસ્ટ્રેશન સમયે ખેડુતો દ્વારા રજુ કરેલ આધારકાર્ડ, ગામ નમુના નં. 7 તથા બેંકની વિગતોમાં ખેડુતોના નામ-અટકમાં વિસંગતતા હોય તેવા ખેડુતોના રજીસ્ટ્રેશનને સિસ્ટમમાં બ્લોક કરવામાં આવે છે.

એકઝીકયુટીવ ડિરેકટર ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગરના તા.2 નવેમ્બર 2021ના પત્રથી થયેલ સુચના અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર જે ખેડુતોના નામ-અટકમાં વિસંગતતા હોય તેવા બ્લોક કરેલ રજીસ્ટ્રેશનમાં ખેડુતોના નામ આધારકાર્ડ તેમજ અન્ય દસ્તાવેજમાં અલગ-અલગ હોય પરંતુ તે ખેડુત એક જ હોય તેવા કિસ્સામાં જે-તે ખેડુત પાસેથી જરૂરી બાંહેધરીપત્રક કે જેમાં તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજોમાં જે નામ છે તે પોતે જ છે. તેની બાંહેધરી આપવામાં આવશે અને ખોટી બાંહેધરી આપનાર સામે ફોજદારી ગુનો બની શકશે આ બાબતે કોઇ મુશ્કેલી લાગે તો હેલ્પ લાઇન નં. 9687888998 અથવા 02833 - 235990 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.