• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Public Relations Was Organized By The Minister Of Agriculture In Jamnagar, Listening To The Questions Of The People And Resolving Them On The Spot

પ્રશ્નોના નિરાકરણ:જામનગરમાં કૃષિ મંત્રી દ્વારા લોકસંપર્કનું આયોજન કરાયું, લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

અન્ય સમાચારો પણ છે...