ઉષ્ણતામાન:હાલારમાં ગરમીથી જનજીવન પ્રભાવિત, બે મહિનામાં 2882 કેસ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા અને જામનગર પંથકમાં દિનપ્રતિદીન ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે.હાલાર પંથકમાં ઉનાળાના પ્રારંભે જ લુ-ફુંકતી ગરમીનો પ્રકોપ તિર્વ બનતા અંગ દઝાડતી ગરમીથી જનજીવન પર પ્રતિકુલ અસર થતા લોકોમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ વકરી રહી છે. ઉનાળામાં અંગ દઝાડતી ગરમીથી ગરમીને લગતા કેસો પણ વધી રહ્યા છે.જામનગર અને દ્વારકા જિલ્લામાં બે માસમાં ચક્કર આવવા,ઝાડા ઉલ્ટી,ચક્કર આવવા સહિતના 2882 જેટલા ઇમરજન્સી 108 ને કોલ મળતા 108ની ટીમ પણ સતત દોડી રહી છે. હાલાર પંથકમાં કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે.ગરમીના પ્રકોપથી જીવસૃષ્ટિ અગન ઝરતી ગરમીથી આકુળ વ્યાકુળ બની છે.

દ્વારકામાં 8, જામનગરમાં 15 ઇમરજન્સી 108 કાર્યરત
જામનગર જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે 15 ઇમરજન્સી 108 એમ્યુલન્સમાં બે ઇએમટી કર્મચારી અને બે પાઇલોટ ફરજ બજાવે છે.દ્વારકા જિલ્લમાં 8 ઇમરજન્સી 108 દોડે છે.ઇમરજન્સી કોલ મળતા જ તાત્કાલીક સ્થળ પર પહોંચી દર્દીઓને સારવાર આપે છે વધુ સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડે છે.

લૂના લક્ષણો ધરાવતા કયા કેટલા કેસ
જામનગર જિલ્લો
પેટ-છાતીમાં દુ:ખાવો, 
ઝાડા-ઉલ્ટી : 659
ચક્કર આવવા : 250
માથાનો દુખાવો : 22

દ્વારકા જિલ્લો
પેટ-છાતીમાં દુખાવો, ઝાડા-ઉલ્ટી : 902
ચક્કર આવવા : 171
માથાનો દુખાવો : 111

અન્ય સમાચારો પણ છે...