બબાલ:જામનગરમાં પોલીસ કોન્સટેબલ પર ચાર શખસોનો સરાજાહેર હુમલો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેમ નોકરી કરો છો જોઇ લઇશ તેમ કહી ફરજમાં રૂકાવટ કરી
  • એસ.ટી રોડ પર પાર્કીંગમાં અડચણરૂપ વાહન દૂર કરતા બનેલો બનાવ

જામનગરમાં પોલીસ કોન્સટેબલ પર ચાર શખસોએ સરાજાહેર હુમલો કરતા ચકચાર જાગી છે. એસ.ટી રોડ પર પાર્કીંગમાં અડચણરૂપ વાહન દૂર કરતા કેમ નોકરી કરો છો જોઇ લઇશ તેમ કહી ચારેય શખસોએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ચારેય શખસો સામે હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ટ્રાફીક શાખામાં અનાર્મ પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા નીતીન મોહનદાસ ટીલાવત તા.2 ના પોતાની માર્ગોમાં પાર્કીંગમાં અડચણરૂપ થ્રી વ્હીલ વાહનો દૂર કરવાની ફરજ પર હતાં ત્યારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એસ.ટી રોડ પર, દિગ્જામ શોરૂમ પાસે વાહનો દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતાં.

આ દરમ્યાન ગુલાબનગરમાં રહેતા નદીમશા મિલાલશા શાહમદાર, અકબરશા મિલાલશા શાહમદાર, અહદશા શબ્બીરભાઇ શાહમદાર, હનીફ શબ્બીરભાઇ શાહમદારે પોલીસ કોન્સટેબલ નીતીનભાઇને તમે કેવી રીતે નોકરી કરો છો તે જોઇ લઇશું તેમ કહી ધમકી આપી ગાળો ભાંડી નીતીનભાઇ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગી નીતીનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખસો સામે હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...