તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:જામનગર જિલ્લા બેંકના ચેરમેન તરીકે પી.એસ જાડેજા અને વાઇસ ચેરમેન રાજુભાઈ વાદીની પસંદગી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન, વાઇસ ચેરમેન એમ.ડી તમામ ખેડૂત વિભાગમાંથી વિજેતા થયા હતા

જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પી.એસ.જાડેજા સુકાન વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ વાદી,એમડી તરીકે લુણાભા સુમણિયા અને એપેક્ષ બેંકના પ્રતિનિધિ તરીકે મુળુભાઈ બેરા ની વરણી કરવામાં આવી છે.

જિલ્લા સહકારી બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં મહત્વની જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતની આજે ચૂંટણી યોજાઈ જેમાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. જ્યારે સત્તા કબજે કરવા માટે માટે રાજકીય પક્ષો પુરા સોગઠાબાજી કરાઈ હતી. બીજી બાજુ ચૂંટાયેલા 14 સભ્યોમાંથી સત્તાનું સુકાન પર કોને મળશે તેના પર સૌની નજર મંડાયેલી હતી આખરે બેંકના હોદ્દેદારોની નિમણૂક થઈ.

ડિસ્ટ્રીક બેંકના હોદ્દેદારોની રાજકીય ક્ષેત્રના આગેવાનોમાં ભારે ચહલપહલ શરૂ થઇ હતી જેમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 14 સભ્યો ચૂંટાયા છે જેમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, માજી મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પી.એસ જાડેજા, લુણાભા સુમણીયા ,જીતુભાઈ લાલ, પૂર્વ ચેરમેન અશોક લાલ, મેરગ કાના ચાવડા ,રાજુભાઈ વાદી ,હેમંત ખવા, પૂર્વ એમડી જીવણભાઈ કુંભાવાડિયા, ઇલેશ પટેલ, નો સમાવેશ થાય છે ત્યારે બેંકનું સુકાન આજે પી.એસ.જાડેજા મળ્યું છે.

જામનગર ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વાઇસ ચેરમેન અને એમ.ડી તથા અપેક્ષ પ્રતિનિધિનો પરિચય
જામનગર ડીસ્ટ્રીક બેંકના ચેરમેન પી .એસ .જાડેજા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અને જિલ્લા બેંકના ડિરેક્ટર વર્ષોથી આ કામગીરી કરી રહ્યા છે. જેને આજે જામનગર ડીસ્ટ્રીક બેંક ચેરમેન પદનું સુકાન મળ્યું.

પી.એસ.જાડેજા, ચેરમેન જામનગર ડીસ્ટ્રીક કોપરેટીવ બેંક
પી.એસ.જાડેજા, ચેરમેન જામનગર ડીસ્ટ્રીક કોપરેટીવ બેંક

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન રાજુભાઈ વાદીની વરણી
હાલ રાજુભાઈ વાદી એપીએમસી કાલાવડમાં ડાયરેક્ટર તરીકે ચાલુ કાલાવડ તાલુકા નવજીવન સંઘમાં ડાયરેક્ટર તરીકે ચાલુ છે. ત્યાર બાદ આજરોજ જામનગર ડીસ્ટ્રીક ના વાઇસ ચેરમેન પદ નિમણુંક થઈ છે.

રાજુભાઈ વાદિ અને મુળુભાઈ બેરા
રાજુભાઈ વાદિ અને મુળુભાઈ બેરા

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી તરીકે લુણાભા સુમણીયાની નિમણૂક કરવામાં આવી
ણાભા સુમણીયા ખેતી બેક ડાયરેક્ટર 15 વર્ષ થી જામનગર જિલ્લા સંઘના ડાયરેક્ટર 5 વર્ષ જ્યારે જામનગર ડીસ્ટ્રીક બેન્ક માં આ બીજી વાર ડાયરેક્ટર તરીકે ચૂંટાયા છે. માજી દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના એપેક્ષ બેંક પ્રતિનિધિ તરીકે મુળુભાઈ બેરાની વરણી
મુળુભાઈ બેરા ગુજરાત સરકારમાં માજી મંત્રી રહી ચૂક્યા છે. ત્યારે ડિસ્ટ્રીક્ટ બેંકમાં વર્ષોથી ડાયરેક્ટર પદે બિરાજમાન છે જ્યારે હાલ જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં અપેક્ષ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...