દેખાવ:મોંઘવારીના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા બેનરો અને રેલી સાથે વિરોધ પ્રદર્શન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ તારો ખેલ, સસ્તો દારૂ-મોંઘુ તેલ, કોરોનાનો માર, મોંઘવારીનો ભાર જેવા સૂત્રો પોકારાયા

મોંઘવારીના વિરોધમાં જામનગર કોંગ્રેસે બેનરો સાથે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લીમડાલાઇન કોંગી કાર્યાલયથી નીકળેલી રેલી ડીકેવી સર્કલ પર પૂર્ણ થઇ હતી. ભાજ૫ તારો કેવો ખેલ, સસ્તો દારૂ-મોંઘુ તેલ, કોરોનાનો માર, મોંઘવારીનો ભાર, શરમ કરો સરકારના સૂત્રોચ્ચાર કર્યા હતાં.

મોંધવારીનો માર સામાન્ય લોકો માટે અસહ્ય બન્યો છે. મોંઘવારી મુદે જામનગરમાં શનિવારે કોંગ્રેસ લીમડાલાઇન કોંગ્રેસ કાર્યાલયથી ડી.કે.વી. સર્કલ સુધી બેનરો સાથે રેલી યોજી હતી. ડીકેવી સર્કલ પાસે કોંગ્રેના આગેવાનો અને હોદેદારોએ વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકતા જીવનજરૂરી ચીજવસ્તુ મોંઘી બનતા ગરીબ, સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યાનું જણાવ્યું હતું. આટલું જ નહીં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોંઘુ તેલ, એક તરફ કોરોનાનો માર, ઉપરથી મોંઘવારીનો ભાર કાંઈક તો શરમ કરો સરકાર, કોંગ્રેસે આપ્યો શિક્ષણનો અધિકાર, ભાજપે બનાવ્યો શિક્ષણનો વેપારના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને ચિરાગભાઈ કાલરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ઉપરાંત જીવણભાઈ કુંભરવડિયા, મહાનગરપાલીકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, મહિલા કોંગ્રેસના રંજનબેન ગજેરા, સહારાબેન મકવાણા, આનંદ ગોહિલ, આનંદ રાઠોડ, કર્ણદેવસિંહ, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા અને કાર્યકરો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...