જામનગર જિલ્લા ઇપીએફ પેન્શનર એશો. દ્વારા ગત તા. 10/1 ના રોજ ઇપીએફ પેન્શનરચુકાદાને લઈને વિરોધ કર્યો હતો. પેન્શનર પરિપત્રની હોળી કરી આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે આવેદનપત્રમાં રજુઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પેન્શનરોનો જે ચુકાદો આપ્યો હતો. તેના અનુસંધાનમાં ઇપીએફઓની દિલ્હી ઓફિસ દ્વારા ૨૯ ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન કરતો પરિપત્ર પેન્શનર્સને અન્યાય કરતો હોવાથી જામનગર જિલ્લાના ઇપીએફ ૯૫ના પેન્શનરોએ માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે પરિપત્રની હોળી કરી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ મજુર મહાજન સંઘના મંત્રી પંકજ જોષી, વિરેન્દ્રભાઇ ગણાત્રા, અત્રેસાભાઇ, કચ્છવાભાઈ મહિઘર શુક્લ, દિપક ત્રિવેદી, કિશોરભાઇ જોષી, નરશીભાઇ દાઉદીયા, સોઢાભાઇ, પીઠડીયાભાઇ, જે.એમ. પરમાર સહિતના નિવૃત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.