કોર્પોરેટરનો નવતર વિરોધ:જામનગર મનપામાં કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને મળતા પગાર અને PF મામલે વિરોધ પ્રદર્શન

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓનો પગાર અને પીએફ વગેરે નિયમિત મળતા ન હોવાથી તેઓના પ્રશ્નને વાચા આપવાના ભાગરૂપે વોર્ડ નંબર -4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિરોધ દર્શાવ્યો હતો.તેઓ આજે બપોરથી એક કલાક સુધી મેયરના કાર્યાલયના દ્વારે ધરણા પર બેસીને નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પોતાના માથા પર પોસ્ટર લગાવાયું હતું. જેમાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓનું પી.એફ. જમા કરાવો ઉપરાંત આઉટસોર્સિંગના કામ માટે જુદી જુદી છ એજન્સીઓના નામો સાથેના પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેયર પોતાના કાર્યાલયમાં હાજર ન હોવાથી તેમની ચેમ્બરના દ્વારે રજૂઆત સાથેની નકલ ચોંટાડી હતી.

અન્ય સમાચારો પણ છે...