તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીના રાક્ષસનો વધ:જામનગરમાં સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદી, મોંઘવારી, મહામારીના મુદ્દે નગરના ત્રણ વોર્ડમાં આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે જનસંપર્ક અભિયાન

જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મહામારી અને મંદી બાબતે વોર્ડવાઈઝ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યા હતા જેમાં નવાગામમાં મોંઘવારીનો રાક્ષસ તેમજ ખોડિયાર કોલોનીમાં ગેસના બાટલાને હાર પહેરાવીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

મંદી, મોંઘવારી અને મહામારીના મુદ્દાને વાચા આપવા જામનગરમાં કોંગ્રેસ દ્વારા બુધવારે આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોંઘવારીના નામના રાક્ષસનો વધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના વોર્ડ નંબર 3, 4 અને 5માં અલગ અલગ કાર્યક્રમો રજૂ કરીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેરના વોર્ડ નંબર 4માં નવાગામ (ઘેડ), કિલ્લોલ સ્કૂલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીના રાક્ષસના વધનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરે ભગવાનનો અવતાર ધારણ કરીને મોંઘવારીના રાક્ષસનો વધ કરતું નાટક રજૂ કર્યું હતું. જ્યારે ખોડિયાર કોલોની વિસ્તારમાં ગેસના બાટલાને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિગુભા જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, આગેવાનો યુસુફ ખફી, સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, આનંદ ગોહિલ, સુભાષ ગુજરાતી, સાજીદ બ્લોચ, પ્રવિણ જેઠવા પાર્થ પંડ્યા સહિતનાઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...