તાજેતરમાં રાજ્યના જીએસટી ચોરી ઝડપી લેતા એ.ટી.એસ.ને સાથે રાખી વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતાં જેમાં જામનગરના ઉદ્યોગકારો સાથે જે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તેની સામે ગુજરાત વ્યાપારી હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ વ્યકત કરી જવાબદારો સામે કાર્યવાહીન માંગ કરી છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (ગુજરાત વ્યાપારી હિત રક્ષક સમિતિ) ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તાજેતરમાં રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા એ.ટી.એસ.ને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં જામનગરના ઉદ્યોગકારો સાથે થયેલી કાર્યવાહી પદ્ધતિ અયોગ્ય છે. અધિકારીઓ દ્વારા આ પ્રકારની અપમાનજનક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
આમ છતાં નિયમથી વિરૃદ્ધનું જે તે કર્મચારીએ વર્તન કર્યું છે. કાયદામાં નિયત તમામ પ્રક્રિયા અને પ્રણાલિકાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેઓને મળેલ હોદ્દાનો દૂરઉપયોગ કર્યો છે. કાયદેસર લાયસન્સ ધરાવતા વેપારીઓના બંધારણીય અધિકારનું હનન કર્યું છે. આથી જવાબદાર તમામ અધિકારીઓ સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.