તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીબેટ:મિલકત-પાણી વેરામાં રાહત યોજના જાહેર, 17 મે થી 30 જૂન સુધી અમલમાં રહેશે, 10 થી 25 ટકા સુધીનું વળતર

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ વેરા ભરપાઇ કર્યા હોય તે જ કરદાતાને લાભ મળશે

જામનગર મહાનગરપાલિકા દ્રારા મિલકત અને પાણી વેરામાં રાહત યોજના જાહેર કરવામાં આવી છે. જેનો લાભ અગાઉના તમામ વેરા ભરપાઇ કરેલા કરદાતાઓ લઇ શકશે. આ યોજના તા.17 મે થી 30 જૂન સુધી અમલમાં રહેશે. રીબેટ યોજના અંતર્ગત 10 થી 25 ટકા વળતર મળશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત મિલકત વેરા અને વોટરચાર્જની રકમ ઉપર તા.17 મે થી 30 જૂન સુધી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય ચાલુ વર્ષનો વેરો ભરપાઇ કરી રીબેટ યોજનાનો લાભ મેળવી શકાશે.

રાજય સરકારના નિયમ મુજબ સિનિયર સીટીઝન, શારિરીક ખોડખાપણ, બીપીએલ કાર્ડધારક વિધવાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, માજી સૈનિકો, સ્વાતં‌ત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમ અધારો રજૂ કર્યે રીબેટ મળશે. આ રીબેટ યોજનાનો અગાઉ તમામ પ્રકારનો વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને લાભ મળશે. કોરોનાને કારણે કરદાતાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવાનું રહેશે.

જામ્યુકોમાં ઓનલાઇન ટેકસ ભરનારને વધુ ફાયદો, 2 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે

 • સામાન્ય કરદાતાઓને એડવાન્સ ટેકસ પર 10 ટકા
 • સીનીયર સીટીઝનને એડવાન્સ ટેકસ પર 15 ટકા
 • શારિરીક ખોડખાપણ ધરાવતી વ્યકતિઓને 15 ટકા
 • બીપીએલ કાર્ડધારક વિધવાઓને 15 ટકા
 • કન્યા છાત્રાલયને 25 ટકા
 • સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધાવાઓને 25 ટકા
 • માજી સૈનિકોને 25 ટકા
 • અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને 25 ટકા
 • ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડીસ્કાઉન્ટ(વધુમાં વધુ રૂ.250)

જામનગર મહાનગરપાલિકા, સિવિક સેન્ટર અને બેંકોમાં પણ વેરો ભરપાઇ કરી શકાશે
મિલકત તથા પાણી વેરો જામનગર મહાપાલિકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ, શરૂ સેકશન, રણજીતનગર, ગુલાબનગર સીવીક સેન્ટર, શહેરમાં આવેલી એચડીએફસી, નવાનગર, આઇડીબીઆઇ, કોટક મહિન્દ્ર બેંકની તમામ શાખા, મોબાઇલ કલેકશન વેન, મહાપાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન ભરપાઇ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...