જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તથા જી.એસ.એફ.સી, એરફોર્સ, આઇ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડકવાટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ-સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ -સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઇન્સ્ટોલેશન્સ આવેલ છે જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબધે અધિક કલેકટરશ્રી બી.એન.ખેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.આ જાહેરનામું તા.6/5/2023 ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-1860 (45 માં અધિનિયમ)ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.