જરૂરી આદેશો જાહેર:દ્વારકા જિલ્લામાં અધિકારીઓ, કર્મચારીઓની રજા પર પ્રતિબંધ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન તા.19 ડિસેમ્બરના યોજાનાર હોવાથી જરૂરી આદેશો જાહેર કરાયા
  • તબીબી કારણો સિવાય રજા મંજૂર નહી થાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.19 ડિસેમ્બર, 2021ના યોજાનાર છે ત્યારે તેને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ જરૂરી આદેશો કર્યા છે. જેમાં ચૂંટણીની કામગીરી ઘણી જ વિશાળ અને રાજયના સમગ્ર વહિવટી તંત્રનો ચૂંટણી કામે સહકાર મેળવવો જરૂરી છે. આથી સ્વરાજ્ય એકમોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યા સૂધી સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજા મંજૂર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

ચૂંટણીની કામગીરી તથા ચૂંટણીની વ્યવસ્થા સાથે સંકળાયેલ રાજ્ય સરકારના વિવિધ ખાતાના–કચેરીના વડાઓ ચૂંટણી દરમિયાન તાકિદના તબિબિ કારણો સિવાય તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજા મંજૂર કરી શકશે નહીં.

તબિબિ કારણોસર રજા મંજૂર કરવાનું જણાય તો વર્ગ–3 અને વર્ગ–4ના કિસ્સામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને વર્ગ–2 કે તેથી ઉપરના અધિકારીઓના કિસ્સામાં રાજ્ય ચૂંટણી આયોગની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. આ સૂચનાઓનો ભંગ કર્યેથી સબંધિત અધિકારી–કર્મચારી વિરૂધ્ધ નિયમાનુસાર શિસ્તભંગના પગલા લેવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...