નિર્દોષ પક્ષીઓ જેના દર વર્ષે શિકાર બની મૃત્યુ પામે છે એવા ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અમુક લાલચુ વિક્રેતાઓ વેચાણ કરતા આવ્યા છે. પોલીસે શહેર અને ધ્રોલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં ત્રણ વિક્રેતાઓ પાસેથી પ્રતિબંધિત પતંગ, દોરા અને તુક્કલ સહિતની ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો.
જામનગરમાં એલસીબી પોલીસે દિગ્વિજય પ્લોટ-58 વિસ્તારમાં સાંઇ બેકર્સ નામની દુકાનમા એલસીબીએ ચેકિંગ કરી દુકાનદાર સુરેશભાઇ સેજુમલ જાગીયાણી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચાર નંગ દોર કબજે કર્યા હતા. આ શખસ સામે જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જયારે એલસીબી દ્વારા જ ખોડીયાર કોલોની, બ્રાહમણ બોર્ડીંગ પાસે દુકાનમાં પતંગ સહિતની ચીજવસ્તુઓ વેચતા વિક્રેતા કિશનસિંહ શીવસિંહ ચૌહાણ રહે.ચૌહાણફળી શેરી નંબર-3, રણજીતરોડ, જામનગર વાળાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ સખ્સ ચાઇનીઝ દોરી, પાકા દોરા-માંઝા, ચાઇનીઝ લેન્ટર્ન (તુકકલ) જેવી હલકી કવોલીટી વાળા બનાવટના વેચાણ ઉ5ર પ્રતીબંધ હોવા છતા વેપાર કરતો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સના કબજામાંથી છ નંગ પ્લાસ્ટકીના દોરા માંઝા કબજે કરી જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ નોંધી હતી.
આ ઉપરાંત ધ્રોલ પોલીસે ગઈ કાલે ગાંધીચોક ખાતે ચેકિંગ હાથ ધરી શ્રી રામ સોપીંગ સેન્ટરમા સમય જનરલ નામની દુકાનમા ચેકિંગ કર્યું હતું જેમાં દુકાનદાર ધર્મેશભાઈ કાનજીભાઈ દલસાણીયાએ પ્રતિબંધિત ચાઈનીજ બનાવટના દોરાની ફીરકી અગીયાર વેચાણ અર્થે રાખી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ શખસ સામે પણ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.