તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાસંગપર, 46 બોટલ દારૂ ઝબ્બે, એક ઝબ્બે, જામનગરના શખ્સે સપ્લાય કર્યાનું ખૂલતા શોધખોળ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

લાલપુર તાલુકાના રાસંગપર ગામે એલસીબીની ટીમે ઇંગ્લીશ દારૂની 46 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો હતો.જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો જામનગરના શખ્સે સપ્લાય કર્યાનુ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઇ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના વનરાજભાઇ મકવાણા અને રઘુભા પરમાર સહિતની ટુકડીને લાલપુર નજીક રાસંગપર ગામે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી વેચાણ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળી હતી.

જેના આધારે એલસીબીની ટીમે ધસી જઇ રાસંગપર ગામે નવાપરા વિસ્તારમાં રહેતા અનિલ પ્રફુલ્લભાઇ કરણીયાને સકંજામાં લીઘો હતો.જેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની 46 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.18,400ની કિ઼મતનો દારૂ કબજે કર્યો હતો.જયારે પકડાયેલા શખ્સની પ્રાથમિક પોલીસ પુછપરછ હાથ ધરતા આ દારૂ જામનગરના મીલન ભરતભાઇ દોઢીયાએ સપ્લાય કર્યાનુ કબુલ્યુ હતુ.આથી પોલીસે સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો