શક્યતા:જામનગર પાલિકાનું 19મીએ સંભવત: અંતિમ જનરલ બોર્ડ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેટકોને જમીન વેચી રૂપિયા 20 કરોડની આવક ઊભી કરાશે
  • નવી ચાર ટીપી સ્કીમને સૈદ્ધાંતિક મંજૂરી આપવા સહિતની અનેક દરખાસ્ત અંગે કરાશે નિર્ણય : વિરોધ માટે વિપક્ષ તૈયાર

મ્યુ.કોર્પોરેશનની આગામી તા.19મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં જામનગર-કાલાવડ રોડ પર શહેરની ભાગોળે રોડની બન્ને બાજુ ઠેબા ચોકડી તરફ મ્યુ. કોર્પો.ની ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરવાનું એજન્ડામાં દર્શાવાયું છે. આ ઉપરાંત ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પો. (જેટકો)ને પણ આ રોડ ઉપર 4665 ચોરસમીટર જગ્યા અને લાલપુર રોડ ઉપર 3909.34 ચોરસ મીટર જગ્યા વેચાણ કરવા સ્ટેન્ડીંગ કમિટિએ ગત બે માસમાં આપેલી મંજૂરી પર ચર્ચા કરવામાં આવશે. જમીન વેચાણથી મહાનગરપાલિકાને રૂા.20 કરોડ ઉપરાંતની આવક થશે.

આગામી ડીસેમ્બરમાં મહાનગરપાલિકાના ચુંટાયેલા સભ્યોની મુદત પુરી થાય છે. આ ટર્મની છેલ્લી બેઠક બની રહે તેવી શકયતા હોવાથી વિપક્ષ દ્વારા પણ શાસકો પર સંખ્યાબંધ મુદે ડાપીટ બોલવવામાં આવે તેવી સંભાવના છે.

શહેરમાં દિગ્જામ સર્કલથી ખંભાળિયા બાયપાસ સુધીના વિસ્તારને આવરી લેતી ટીપી સ્કીમ નં.8 અને લાલપુર બાયપાસ રોડ પરની ટીપી સ્કીમ 9 વર્ષ 2016માં મ્યુ. કોર્પો.એ મંજૂર કરી રાજય સરકારમાં મોકલાવ્યા બાદ વિપક્ષી કોર્પોરેટર યુસુફભાઇ ખફી દ્વારા શહેરી વિકાસ મંત્રાલયમાં વાંધા રજૂ કરવમાં આવતા બન્ને ટીપી સ્કીમો નગર નિયોજનની શરતોની પુર્તતા કરવાની શરતે પરત આવી હતી જે ફરી 2020ની શરૂઆતમાં જનરલ બોર્ડમાં ચર્ચા માટે લાવવામાં આવી હતી. જે વિપક્ષના વિરોધ બાદ એજન્ડા પેન્ડીંગ રહ્યા બાદ આ બન્ને ટીપી સ્કીમો ફરી ચર્ચા પર લેવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...