તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જામનગરની ખાનગી હોસ્પિટલો 11મીએ બંધ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આયુર્વેદ છાત્ર એલોપેથીમાં અનુસ્નાતક થઇ ઓપરેશન કરી શકે તે આરોગ્ય સાથે ચેડા છે
 • ‘એલોપેથી અને આયુર્વેદની ખીચડી નહિં !’

સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયન મેડીસીને આયુર્વેદ છાત્ર એલોપેથીમાં અનુસ્નાતક થઇ ઓપરેશન કરી શકે તે જાહેરાત જનઆરોગ્ય સાથે ચેડા હોવાનું જણાવી એલોપેથી અને આયુર્વેદની ખીચડીના વિરોધમાં ભારતની સાથે જામનગરની એલોપેથી હોસ્પિટલ 11 ડીસેમ્બરના બંધ રહેશે. જો કે, ઇમરજન્સી અને કોવીડ સારવાર ચાલુ રહેશે.

જામનગર ઇન્ડીયન મેડીકલ એસોસીએશને નિવેદનમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી ભારતમાં આરોગ્યને લગતી જુદી જુદી પ્રકારની આયુર્વેદ, હોમિયોપેથી, નેરોપેથી, એલોપેથીની સારવાર પધ્ધતિ હોય બધી શાખાના તબીબો પોતાના વિજ્ઞાન અનુસાર દર્દીઓની સારવાર કરતા હતાં. ગત તા.19 નવેમ્બરના સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયન મેડીસીનએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર આયુર્વેદ સ્નાતક વિધાર્થી એલોપેથીમાં પોસ્ટ ગ્રેજયુએટ કરી જુદા-જુદા ઓપરેશન કરી શકશે તેવી જાહેરાત કરી છે.

આથી સીસીઆઇએમે બહાર પાડેલા જાહેરનામાંના વિરોધમાં આગામી તા.11 ડીસેમ્બરના સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ભારતની એલોપેથી હોસ્પિટલો દર્દીની રૂટીન સારવાર માટે બંધ રહેશે. જેમાં જામનગરની હોસ્પિટલો જોડાશે. ફકત ઇમરજન્સી અને કોવીડ સારવાર ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો