મહામારીની ઝપટ:ખાનગી તબીબ, આરોગ્ય કેન્દ્રના કર્મચારી, પરિવારના 3 સભ્ય સંક્રમિત

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં વધુ 13 કેસ, ગ્રામ્યમાં યુવાન, મહિલા, વૃદ્ધ સહિત 5 મહામારીની ઝપટમાં

જામનગર શહેરના એક ખાનગી હોસ્પિટલના તબિબ અને તેના પત્ની કોરોના સંક્રમિત થયા છે. મહાનગરપાલિકા સંચાલિત એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. શહેરમાં સત્ય સાઈ સ્કૂલ નજીકના વિસ્તારમાં રહેતા એક જ પરિવારના પાંચ વર્ષના બાળક અને એક મહિલા તથા એક પુરૂષ સહિત ત્રણ સભ્યના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે.

પરિવારના ચાર બાળકો સહિતના કુલ આઠ વ્યક્તિના સેમ્પલો લેવાયા છે. ઉપરાંત એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં કામ કરી રહેલા એક કામદાર સહિત કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેર પછી ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસના વિરામ બાદ કોરોનાનો વ્યાપ વધતા એકી સાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

​​​​​​​જામનગર તાલુકાના આમરા ગામના 34 વર્ષીય પુરૂષ, સિક્કા દિગ્વિજય ગ્રામમાં રહેતા પચાસ વર્ષના મહિલા, તથા 58 વર્ષીય પુરૂષ તેમજ બેડ ગામમાં 62 વર્ષના વૃદ્ધ મહિલા તથા 60 વર્ષના અન્ય એક મહિલા કે જેઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. પાંચેયને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી પગલા લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...