દુર્ઘટના:ST-બાઈકની ટક્કરમાં જેલસહાયકનું મોત

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરજ પૂરી કરી બાઇક પર રાજકોટથી ફગાસ જતા હતા ત્યારે બનેલ બનાવ

કાલાવડ-જૂનાગઢ ધોરીમાર્ગ પર સરવણીયા ગામ પાસે એસટી બસના ચાલકે બાઇકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર જેલસહાયક યુવાનનું મૃત્યુ નિપજયું હતું. યુવાન ફરજ પૂરી કરી બાઇક પર રાજકોટથી ફગાસ જતા હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

ફગાસમાં ગામમાં રહેતા અને રાજકોટની જેલમાં જેલસહાયક તરીકે ફરજ બજાવતા હરદીપસિંહ જાડેજા સોમવારે બપોરે પોતાની ફરજ પૂરી કરી બાઈક પર રાજકોટથી ફગાસ જવા માટે રવાના થયા હતા. તેઓ સરવણિયા ગામ નજીક પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી જામનગર-કાલાવડ વાયા ડેરી રૂટની બસે તેઓને હડફેટે લેતાં હરદીપસિંહ બાઈક પરથી ફેંકાઈ જતા માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતાં. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...