દેવભૂમિ દ્વારકા જિલ્લમાં જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આજથી એટલે કે તા 12 ડિસેમ્બર થી 9 ફેબ્રુઆરી સુધી 21 ટાપુઓ ઉપર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
દ્વારકા ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જેમાં કુલ 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે.
ત્યારે આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી.
આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં આવેલ 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
આ ટાપુ ઉપર પૂર્વ મંજૂરી વિના પ્રતિબંધ
ધાની ઉર્ફે ડની ટાપુ }ગાંધીયોકડો ટાપુ } કાલુભાર ટાપુ } રોઝી ટાપુ }પાનેરો ટાપુ }ગડુ (ગારૂ) ટાપુ }સાનબેલી (શિયાળી) ટાપુ }ખીમરોઘાટ ટાપુ }આશાબાપીર ટાપુ }ભૈદર ટાપુ } ચાંક ટાપુ }ધબધબો (દબદબો) ટાપુ } દીવડી ટાપુ } સામીયાણી ટાપુ } નોરૂ ટાપુ } માન મરૂડી ટાપુ } લેફા મરૂડી ટાપુ }લંધા મરૂડી ટાપુ }કોઠાનું જંગલ ટાપુ }ખારા મીઠા ચુષ્ણા ટાપુ }કુડચલી ટાપુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.