જામનગર સહિત રાજ્યભરમાં સોમવારથી શાળા શરૂ થઈ રહી છે. આથી વાલીઓ બાળકોના નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. બાળકોના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, તથા સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે. ત્યારે સ્કૂલ ફી સિવાયના આ ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો થતા વાલીનોનું બજેટ ખોરવાયુ છે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી છે. હાલમાં બજારમાં આ તમામ વસ્તુઓની ઘરાકી નીકળી છે. પરંતુ પહેલા જેટલો વેપાર નથી.
શૂઝ, બેગ તથા સ્ટેશનરીની વસ્તુઓના રો મટિરિયલ તથા ક્રૂડ ઓઇલના ભાવ વધારો થવાને કારણે બોલપેનથી લઇને કલર સુધીમાં તમામ ચીજ વસ્તુના ભાવ વધારો થયાનું જામનગરના વેપારીઓ જણાવાયું હતુ. વાલીઓ માટે નવુ શૈક્ષણિક વર્ષ ખિસ્સા પર ભાર વધારનારું બની ગયું છે. ખાનગી સ્કૂલોની ફીના કારણે પહેલેથી જ નાણાંકીય ભાર વેઠી રહેલા વાલીઓ માટે સ્કૂલો શરુ થતાં પૂર્વેની ખરીદી પણ મોંઘી બની છે.વિદ્યાર્થીઓના યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરી એમ તમામ વસ્તુઓના ભાવમાં 20થી 25 ટકાનો વધારો નોંધાયો છે.
નોટબુકોના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો
નોટબૂક અલગ અલગ સાઈઝ અને પ્રકારમાં મળતી હોય છે. આ તમામ નોટબુકોના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ જ રીતે પેન્સિલ, રબર અને કલરના તેમજ ફાઇલના ભાવ પણ 20થી 25 ટકા વધી ગયા છે. સ્કૂલ બૂટના ભાવમાં 15 થી 20 ટકા નો જ્યારે કપાસ, પાણીની વોટર બોટલ ના ભાવમાં 15 થી 20 ટકા નો વધારો નોંધાયો છે. - સંજય ખંડેલવાલ, સ્ટેશનરીના વેપારી
કાપડના ભાવ વધતા સ્કૂલ યુનિફોર્મની માંગ ઘટી
ચાલુ વર્ષ કાપડના ભાવમાં વધારો થતાં સ્કૂલ યુનિફોર્મના ભાવમાં 15 થી 20 ટકાનો વધરો નોધાયો છે. આથી દર વર્ષે કરતાં આ વર્ષે સ્કૂલ યુનિફોર્મ ડિમાન્ડ ઘટી છે. જેને ખાસ જરૂર હોય તે લોકો જ ખરીદી કરી રહ્યા છે. પહેલા લોકો એક સાથે 2 જોડીની ખરીદી કરતા પરતું હવે ભાવ વધતા 1 જોડીની ખરીદી કરી રહ્યા છે. - જસમીન ગુધકા, સ્કૂલ યુનિફોર્મના વેપારી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.