જામનગર શહેરનાં તમામ વોર્ડ વિસ્તારમાં મેલેરિયા શાખા દ્વારા આઉટડોર ફોગીંગ કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં દૈનિક ધોરણે માઈક્રોપ્લાન બનાવી શહેરમાં વોર્ડ વાઈઝ ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી મચ્છરજન્ય રોગો જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસોમાં ઘટાડો લાવવાનું શક્ય બની શકે છે. આ ઉપરાંત શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાયત અંગેની કામગીરી ચાલુ છે, જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનાં કાર્યો, એબેટ કામગીરી, ઇન્ટ્રા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ સર્વેલન્સ કામગીરી વગેરે જેવા વિવિધ રોગ અટકાયતી કામગીરી થઇ રહેલ છે. જેમાં શહેરીજનોનો પુરતો સહકાર મળી રહે તે બાબત ખુબજ અગત્યની છે. જે માટે શહેરીજનોને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે.
શહેરના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની અંદર કોઈપણ પાણી ભરેલ પાત્ર ખુલ્લું ન રહે તે અંગે તકેદારી રાખવી. પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર - ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું જેથી મચ્છર ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય. મચ્છરોનાં કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરવા આરોગ્ય શાખા દ્વારા અપીલ કરાઈ છે. આ ઉપરાંત દર અઠવાડિયે એકવાર સવારે 10.00 કલાકે 10.00 મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા જણાવાયું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.