લોકોમાં બુમરાણ:ખંભાળીયામાં બેંકના કથળેલા વહીવટની ડાયરેક્ટરને રજૂઆત

ખંભાળિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટ ખાડે ગયાે હોવાની લોકોમાં બુમરાણ
  • અધિકારીઓ સાથે બેઠક યોજી સુચના અપાઇ

દેવભૂમિના મુખ્ય મથક ખંભાળીયા શહેરની 50થી વધુ વર્ષ જૂની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો વહીવટ ખાડે ગયો હોવાનો આક્રોશ ખાતેદારોએ વ્યકત કર્યો છે,બેંકમાં બિન ગુજરાતી સ્ટાફ હોય, ખેડૂતોને ભારે પરેશાની થતી હોય બેંકના અધિકારીઓ સામાન્ય પ્રજાને જવાબ ના દેતા હોવાની ફરિયાદો બેન્ક ડાયરેકટરને કરાઇ હતી.

ખંભાળીયામાં આવેલા જૂનાગઢ ભાજપના અગ્રણી તથા દ્વારકા ભાજપના પ્રભારી કે જેઓ સમગ્ર ગુજરાતમાં સેન્ટ્રલ બેંકના સરકારે નિમાયેલા ડાયરેક્ટર છે તેમણે સ્થાનિક બેંક મેનેજર તથા રિઝીયોનલના અધિકારીઓ સાથે મિટિંગ કરીને કડક સૂચનાઓ આપી હતી. વેપારી અગ્રણીઓ અને આગેવાનો દ્વારા આ સંદર્ભે ડાયરેક્ટર પ્રદીપભાઈ ખીમાણીને રજુઆત કરી હતી. આ રજૂઆતના પગલે કથળેલો વહિવટ સુધરશે એવી અપેક્ષા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...