જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પીટલમાં સુપરસ્પેશ્યાલીસ્ટ સેવા અને ટ્રોમા સેન્ટર એક્સપાન્ડ કરવા ધારાસભ્ય રિવાબાએ ગુજરાત વિધાનસભામાં રજુઆત કરી છે. આ માટે 78 જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ અભ્યાસપુર્ણ રીતે આ બાબત પ્રેઝન્ટ કરી હતી.
સૌરાષ્ટ્રની સૌથી મોટી અનેગુજરાતની બીજા નંબરની શ્રી ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પીટલનો જામનગર શહેર જિલ્લા ઉપરાંત દ્વારકા, પોરબંદર, મોરબી વગેરે જિલ્લાના લોકો લાભ લે છે અને દર્દીઓનો ખુબજ ધસારો રહે છે. ત્યારે રિવાબા જાડેજાએ વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીજીના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ અને આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલને સંબોધીને સૌ પ્રથમ તો રાજકોટની સાથે સાથેજામનગરની આરોગ્ય સુવિધા માટે પણ સરકાર ચિંતિત છે તે બાબતે આભાર માન્યો હતો. આ સાથે સાથે તેમણે રજુઆત કરી હતી કે, જી.જી.હોસ્પીટલમાં સુપર સ્પેશ્યાલિટી ડિપાર્ટમેન્ટ અને યોગ્ય સારવાર મળી રહે તે ખુબ જરૂરી છે કેમકે જી.જી.હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ એ જામનગરમાં સૌથી જૂનામાં જૂની અને જીવાદોરી સમાન હોસ્પિટલ છે. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મળી અહી રોજની 1500 થી 2000 ની ઓ.પી.ડી.ના કેસો આવે છે. આ પ્રશ્નને ધ્યાનમાં લઇને લેવલ 3 એટલે કે 50 બેડનું ટ્રોમા સેન્ટર મંજૂર થયેલ છે પણ ત્યાં કાર્યભારને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછું 150 બેડનું ટ્રોમા સેન્ટર જો સરકાર તરફથી ફાળવવામાં આવે તો જામનગર માટે ખૂબ જ લાભાન્વિત સાબિત થશે તેમ પણ જામનગરની જનતા માટે રજુઆત રિવાબા જાડેજાએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.