એજ્યુકેશન:બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ માટે પાઠયપુસ્તકમાંથી તૈયારી જરૂરી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂજા રંગાણી, ભવિષ્ય પાંધી - Divya Bhaskar
પૂજા રંગાણી, ભવિષ્ય પાંધી
  • ધો. 10 અને 12માં ઓનલાઈન એજ્યુકેશનમાં બધી જ વસ્તુઓ પીડીએફ અથવા પીપીટી સ્વરૂપે મળતી હતી
  • લખવાની પ્રેક્ટિસ છૂટે નહિ અને અક્ષર સારા રહે તથા બોર્ડની પરીક્ષામાં પેપર સમયસર પૂરા થાય તે હેતુથી પેપર લખવા જરૂરી હોવાનો વિદ્યાર્થીઓનો મત

આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા હોવાથી ધોરણ 10 અને ઘો. 12 સાયન્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા મહેનત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમસીકયુમાં તેમજ હેતુલક્ષી પ્રશ્નોમાં સારા માર્ક્સ મેળવવા હોય તો પાઠયપુસ્તકમાંથી તૈયારી કરવી જોઈએ કારણ કે જો વધુ અંદરથી પ્રશ્નો પુછાય તો સરળતાથી આવડે તેમજ ફેરવીને જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરી હોય તેનો જવાબ આપવામાં સરળતા રહે.

ઉપરાંત જૂના પેપર સોલ્વ કરવા પણ ખૂબ આવશ્યક છે. પેપર્સ સોલ કરવાની સાથે લખવાની પ્રેક્ટિસ પણ પાળવી ખૂબ જ અગત્યની છે. કારણે ઓનલાઈન એજ્યુકેશનમાં બધી જ વસ્તુઓ પીડીએફ અથવા પીપીટી સ્વરૂપે વિદ્યાર્થીઓના મળતી હતી આથી લખવાની પ્રેક્ટિસ છૂટે નહિ અને અક્ષર સારા રહે તે હેતુથી પેપર લખવા ખૂબ જરૂરી છે.

ધ્યેય વ્યાસ, સ્નેહા ભટ્ટે
ધ્યેય વ્યાસ, સ્નેહા ભટ્ટે

જુના પેપર પર ભાર આપુ છું
દિવસની છ થી સાત કલાક વાચું છું અને સૌથી વધારે ભાર જૂના પેપર પર આપુ છું. ઉપરાંત તૈયારી સમયે જુના પ્રશ્નપત્રોમાં પૂછાયેલા પ્રશ્નો અને એમસીક્યુને વધુ સમય આપુ છું. આ સિવાય ટેકસ બુકમાંથી તૈયારી કરું છું.- પૂજા રંગાણી, ધો. 10, જામનગર.

સવા કલાક MCQ કરૂં છુ
સ્કૂલ અને ટ્યુશનની સિવાય દરરોજની પાંચ થી છ કલાક વાંચન કરૂં છું. ઉપરાંત દરરોજ અલગ-અલગ વિષયના એમસીકયુ સોલ કરવા માટે દિવસની સવા કલાક તેના માટે ફાળવવું જેથી એમસીક્યુમાં સારો સ્કોર કરી શકાય.- ભવિષ્ય પાંધી, ધો. 10, જામનગર.

સહેલા વિષય પહેલા કરું છું
જે વિષય સહેલા લાગે છે તે વિષય પહેલા કરું છું અને અઘરા વિષય પછી કરવાનું વધુ પસંદ કરું છું. આ પાછળ કરવાનું કારણ એ છે કે પરીક્ષા સમયે અઘરા વિષયોમાં વધારે ધ્યાન આપી શકાય અને વાંચેલું ભૂલાઇ ન જાય. - ધ્યેય વ્યાસ, ધો.12 કોમર્સ, જામનગર.

મોડી રાત સુધી વાંચું છું
સ્કૂલ અને ટ્યુશનની સિવાય છ કલાક ઘરે વાચું છું તેમાં જે વિષય સહેલા છે તે પહેલા કરૂં છું. જેમાં પ્રેક્ટિસ કરવાની હોય તે વિષય રાત્રે કરૂં છું અને મોડી રાત સુધી એકાત્રે વાંચુ જેથી બીજે દિવસે મારા ટાઈમ ટેબલમાં કોઈ વધુ ફેરફાર ન આવે.- સ્નેહા ભટ્ટે, ધો.12 સાયન્સ, જામનગર.

જીલ છત્રાડો, ટીના સેદાને
જીલ છત્રાડો, ટીના સેદાને

ટાઈમ ટેબલ બનાવી કોર્સ પુરા કર્યા
પરીક્ષાની તૈયારી કરવા ટાઈમ ટેબલ બનાવ્યું હતું અને ટાઈમ ટેબલ મુજબ બધા વિષયના કોર્સ પુરા કર્યા છે. હાલ દિવસની 10 કલાક વાચું છું અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા પાઠય પુસ્તકમાંથી વાંચવાનું પસંદ વધારે કરું છું.- જીલ છત્રાડો, 12 કોમર્સ, જામનગર.

એક વિષયને બેથી ત્રણ કલાક આપુ છું
શાળા અને ટ્યુશન સિવાયના પાંચ કલાક વાચું છું. એક વિષયને ઓછામાં ઓછી બે થી ત્રણ કલાક આપુ છું. જેમાં સૌથી વધારે ભાર પાઠ્યપુસ્તક આપું છું અને તેમાંથી જ પરીક્ષાની તૈયારી કરવાનું પસંદ કરું છું. - ટીના સેદાને, ધો.12 સાયન્સ, જામનગર.

પરીક્ષાની તૈયારી કરવામાં ઉપયોગી ટીપ્સ

  • જે તે વિષયના ટોપીક અનુસાર તેની આકૃતિ અથવા તો ટેબલ બનાવી એક ઉદાહરણ સેટ કરવું જેથી યાદ રાખવામાં સરળતા રહે. અને લાંબો ટાઈમ સુધી તે યાદ રહે.
  • કોર્સ પૂરો કરવા દરેક વિષયને ન્યાય મળે તે રીતે ટાઈમ ટેબલ બનાવું અને તેને અનુસરવું
  • વધુને વધુ જુના પેપર સોલ કરવા
  • જુના પેપરમાં સૌથી વધુ પુછાયેલા પ્રશ્નોને અગત્યના સમજીને તૈયાર કરવા
  • રોજ એક પેપર સોલ કરી અને મોઢે લખવું જેથી લખવાની ઝડપ વધે અને અક્ષર સુધરે
  • પરીક્ષાની તૈયારી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર અને પોઝિટિવ માઈન્ડ સેટ સાથે કરવી.
અન્ય સમાચારો પણ છે...