કમિશ્નર આકરા પાણીએ:જામનગરમાં પ્રિમોન્સુન કામગીરી ધીમીગતિએ, કમિશ્નરે જાત નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની તમામ કેનાલની સફાઈની કામગીરી 15 પૂર્ણ કરી લેવા તંત્રને સૂચના

જામનગરમાં પ્રિમોન્સુન કામગીરી 15 જૂન સુધીમાં પૂર્ણ કરવાનું મહાનગરપાલિકાનું આયોજન હતું. જોકે, હજુ ચાર દિવસ પહેલાં જ દિવ્ય ભાસ્કરની નજરે કચરાથી ખદબદી કેનાલો આવી હતી. જેથી દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા તારીખ 8 બુધવારે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેને લઇને પ્રિમોન્સુન કામગીરી સંદર્ભે કમિશ્નર આકરા પાણીએ જોવા મળ્યા હતા અને જે તે સ્થળનું જાતનિરીક્ષણ કર્યું હતું અને 15 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

તંત્રને કમિશ્નરની સૂચના

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે. જુદી જુદી કોન્ટ્રાક્ટર પેઢીઓ મારફતે અલગ અલગ સાત કેનાલોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી દ્વારા તમામ સ્થળોએ જાત નિરીક્ષણ કર્યું હતું, અને આગામી 15 જૂન સુધીમાં તમામ કેનાલોની સફાઈ પૂર્ણ કરી લેવા માટે સમગ્ર તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં અવી હતી.

જામનગર શહેરમાં આવેલી અલગ-અલગ કેનાલો પૈકીની મુખ્ય ફીડીંગ કેનાલ, કે જે દરેડથી જામનગરના લાખોટા તળાવ સુધી આવે છે. જે ફિડિંગ કેનાલ મારફતે પાણીનો પ્રવાહ લાખોટા તળાવમાં એકત્ર થાય છે, અને તેના કારણે તળાવ ભરાય છે. જે ફીડીંગ કેનાલની સંપૂર્ણપણે સફાઈ કરવા માટે એક ટીમ કાર્યરત છે.

મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, ઉપરાંત સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, ડેપ્યુટી ઈજનેર દિપક શીંગળા વગેરેની હાજરીમાં સર્વે કરવામાં આવ્યું હતું, અને આગામી 15 જૂન સુધીમાં ફીડીંગ કેનાલને સંપૂર્ણપણે સાફસુથરી બનાવી દઈ તેમાંથી તમામ કચરો દૂર કરી લેવાની કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. અને કડક સૂચના આપી છે.

આ ઉપરાંત જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં આવેલી કેનાલ, સાત રસ્તા કેનાલ, યાદવ નગર વિસ્તારમાં આવેલી કેનાલ દિગ્વિજય પ્લોટ 49માં આવેલી કેનાલ વગેરેમાં પણ જુદી-જુદી ટીમ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ચલાવવામાં આવી રહી છે. ઉપરોક્ત તમામ કેનાલમાં આગામી 15 જૂન સુધીમાં સફાઈ અભિયાન પૂર્ણ થઇ જાય તેવી મનપા કમિશનર દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...