દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી તંત્ર દ્વારા પુરી કરી લેવામાં આવી હતી. પ્રથમ તબકકામાં હેલ્થ વર્કર અને ફન્ટલાઇન વર્કર તેમજ વૃદ્ધોને મળીને 11 હજાર ઉપરાંત લોકોને વેકસિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્ય અને દેશમાં વધતા જતા કોરોના કેસને ધ્યાને રાખીને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી આજથી પ્રારંભ થશે, જે મુજબ દ્વારકા જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વય ધરાવતા દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા થઈને 60 હજાર જેટલા લોકોને પ્રિકોશન ડોઝની કામગીરી આજથી પ્રારંભ થશે. જેમાં દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ઓફલાઇન બન્ને સેટ મુજબ પ્રિકોશન ડોઝ માટે રજિસ્ટ્રેશન થઈ શકશે. અને દ્વારકા જિલ્લામાં 125થી વધુ ટિમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં પ્રથમ દિવસે હેલ્થ વર્કર 3411, ફ્રન્ટલાઈન વર્કર 5808 અને 60 વર્ષથી વધુ વય મર્યાદા ધરાવતા 1152 એમ કુલ 11171 લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું લક્ષ્યાંક હાથ ધરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.