સામાજિક એકતા:જામનગરની ભાગવત સપ્તાહમાં મુસ્લિમ સમાજે સંભાળી પ્રસાદ વિતરણ વ્યવસ્થા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસાદ વિતરણ કરી સર્વ ધર્મ સમભાવનું ઉદાહરણ પુરૂં પાડયું

જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં અંતિમ દિવસે કથાની પૂણાર્હુતિ પછી શ્રોતાગણો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા સંભાળવા માટે જામનગરના મુસ્લિમ સમુદાયના હોદ્દેદારો જોડાતા સર્વ ધર્મ એકતાના દર્શન થયા હતા.

મુસ્લિમ સમાજના પૂર્વ કોર્પોરેટર કાસમભાઈ ખફી, ભુરાભાઈ ખફી ઉપરાંત લઘુમતી સેલના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, ભૂટ્ટાભાઈ, સબીરભાઈ, અલુભાઈ પટેલ, સાજીદભાઈ જામ, સામાજિક કાર્યકર અનવર સંઘાર સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા અન્ય મુસ્લિમ ભાઈઓ પ્રસાદ વિતરણમાં સેવાદાર બન્યા હતાં અને સર્વે શ્રોતાગણો માટેના પ્રસાદ વિતરણની વ્યવસ્થા સંભાળી હતી.

જેઓની સેવા નિહાળીને પ્રસાદ લેવા આવનારા ભક્તો ભાવવિભોર બન્યા હતા. યજમાન પરિવાર ના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તેમના પરિવારજનોએ મુસ્લિમ સમાજના હોદેદારોની સેવાને બિરદાવી સન્માનિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...