વાહન હડફેટે આધેડનું મૃત્યુ:ટ્રેકટરમાંથી રોડ પર પટકાયેલા તરૂણ પર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા પ્રાણ પંખેરૂ ઉડ્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરના વસંતપુર પાસે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ તરૂણે જીવ ખોયો
  • જામનગર-ખંભાળિયા હાઇ-વે પર મેઘપર પર અજ્ઞાત વાહન હડફેટે આધેડનું મૃત્યુ

જામજોધપુર તાલુકાના વસંતપુર નજીક ટ્રેકટર પરથી રોડ પર પટકાયેલા પંદર વર્ષીય તરૂણ પર ટ્રોલીનુ વ્હીલ ફરી વળતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામે રહેતો જયદિપભાઇ (ઉ.વ. 15) નામનો તરૂણ ટ્રેકટર બેસી જઇ રહયો હતો જે વેળાએ વસંતપુર પાસે રોડ પર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતા તરૂણ ટ્રેકટર પરથી નીચે રોડ પર પટકાઇ પડયો હતો. જે વેળાએ તેના પરથી ટ્રેલરનુ પાછલુ વ્હીલ ફરી વળતા શરીરે ગંભીર ઇજા થતા તેનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતના આ બનાવની મૃતકના પિતા રસીકભાઇ ઉર્ફે ભગાભાઇ હાજાભાઇ કંટારીયાની ફરીયાદ પરથી પોલીસે ચાલક અરશીભાઇ ડાંગર સામે ગુનો નોંધ્યો છે.અકસ્માતના વિચિત્ર બનાવમાં આશાસ્પદ તરૂણએ જીવ ગુમાવતા પરીવારમાં ઘેરો શોક છવાયો છે.જયારે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

જયારે અન્ય એક બનાવમાં જામનગર-ખંભાળિયા ઘોરીમાર્ગ પર મેઘપર નજીક બળવિંદરસિંગ હરદિપસિંગ(ઉ.વ. 52) નામના પ્રૌઢ પગપાળા જઇ રહયા હતા જે વેળાએ કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં ટુકી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની ફરીયાદના આધારે મેઘપર પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...