કાલાવડ (શીતલા) તાલુકાના નવા રણુજા (દેવપુર)માં હીરાભગતની જગ્યામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવા નિર્માણ પામેલ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભાગવદ સપ્તાહ, સવરા મંડપ, પાટ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન તા. 6 થી 12 મે દરમિયાન આયોજન કરાયું છે.
કાર્યક્રમોમાં ભરવાડ સમાજના તથા અન્ય સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે આ કાર્યક્રમ દરમિયાન જુદા-જુદા રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોમાં ભરવાડ સમાજના ઝાઝાવડાદેવ, થરા ના મહંત પૂ. ઘનશ્યામપૂરી બાપુ તથા તોરણીયાના મહંત પૂ.ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ અને અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહીને આર્શીવચનો પાઠવશે.઼
આ ભવ્ય આયોજનમાં તા.8ના સાંજે 7 વાગ્યે એક અતિથિ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહેવાના છે તથા તેમની જામનગર જિલ્લાના સંસદઓ, કેબિનેટ મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના જુદા-જુદા પદાધિકારીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના આગેવાનઓ જેમાં વિરમભાઇ વકાતર, ગોરધનભાઇ ભરવાડ, હરિભાઇ ટોયટા, રાજાભાઇ ઝાપડા, બટુકભાઇ ઝાપડા, રૈયાભાઇ જોગસ્વા, મછાભાઇ ઠુંગા વગેરેના માર્ગદર્શન નીચે ભરવાડ સમાજની યુવા ટીમ જેમાં જાદાભાઇ લાંબરીયા, ભોજાભાઇ ટોયટા, વિપુલભાઇ પટેલ, પ્રતાપભાઇ કાટોડીયા, અમિતભાઇ મુંધવા, નાગજીભાઇ ઝાપડા, વિજયભાઇ ઠૂંગા, ભાવેશભાઇ ઠૂંગા, વિરમભાઇ મુંધવા, પરેશભાઇ ટોળીયા જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જામનગર જિલ્લા ભરવાડ સમાજ દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.