આત્મનિર્ભરતા:જામનગરમાં ઘરનું ગુજરાન ચલાવવા પ્રજ્ઞાચક્ષુ છેલ્લા 5 વર્ષથી પાનની દુકાન ચલાવી રહ્યા છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ છૂટા પૈસા ગોઠવીને રાખું છું જેથી નાણાકીય લેવડદેવડમાં ઓછી તકલીફ પડે

જામનગરમાં સાધના કોલોનીમાં વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાવેશભાઈ નારાયણદાસ ટાંક પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વર્ષથી પાનની દુકાન ચલાવી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ ભાવેશભાઈ જણાવ્યું હતું કે પોતાની ડાબી આંખે જન્મ સાથે જ જોઈ શકતા ન હતા જ્યારે જમણી આંખની નસ સુકાતા ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતુ. પરંતુ ઓપરેશન કરાવ્યા બાદ પણ આંખની રોશની પાછી આવી ન હતી. પરિવારમાં તેની પત્ની અને એક દીકરો અને દીકરી છે. આથી ગુજરાન ચલાવવા ફરજિયાત દુકાન ચલાવવી પડી રહી છે.

વર્ષોથી પાનની દુકાન ચલાવતો હોવાથી પાન મસાલા બનાવવાની કોઈ ખાસ તકલીફ પડતી નથી.અને જે ગ્રાહકો વર્ષોથી મારે ત્યાં આવે છે તેના કોડવર્ડ ફિક્સ હોય છે જેને કારણે હું તેમને સરળતાથી ઓળખી જાવ છું અને તેઓને પણ મારી સમગ્ર પરિસ્થિતિની જાણ હોવાથી અમારો વ્યવહાર ખૂબ સરળતાથી ચાલે છે.પરંતુ જો કોઈ નવો ગ્રાહક આવે ત્યારે વ્યવહારમાં થોડી તકલીફ પડે છે. સવારે દુકાને જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરરોજ સવારે પત્ની અથવા તો આડોશી-પાડોશી પણ તે રસ્તે જતા હોય તો તે પણ દુકાને મૂકી જાય છે.

નાણાકીય વ્યવહારમાં ક્યારેક તકલીફ પણ પડે છે
છેલ્લા 25 વર્ષથી હું પાનની દુકાન ચલાવી રહ્યો છે. જેને કારણે પાન મસાલા બનાવવામાં કોઈ જ અડચણ આવતી નથી. પરંતુ ક્યારેક નવા ગ્રાહકો આવે છે ત્યારે તેમને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ ન હોવાથી નાણાકીય લેતીદેતીમાં તકલીફ પડે છે. જોકે દરરોજ છુટા પૈસા ગોઠવીને રાખો છું તેથી નાણાંની લેવડદેવડ દરમ્યાન કોઈ સમસ્યા ન થાયે. > - પ્રજ્ઞાચક્ષુ ભાવેશ ટાંક, જામનગર.

અન્ય સમાચારો પણ છે...