વીજચોરી:પાટણ ખાણ વિસ્તારમાં ખાનગી ટ્રાન્સફોર્મરથી વીજચોરીનો પર્દાફાશ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદારાની ટીમનું ઓપરેશન, રૂા.90 લાખની ચોરી ખુલી
  • ​​​​​​​4 શખસોના નામ ખૂલ્યા: સ્થાનિક વીજતંત્રને અંધારામાં રાખી દરોડા

જામજોઘપુરના પાટણ ખાણ વિસ્તારમાં ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી કરવામાં આવતી વીજચોરીનો વડોદારાની વીજીલન્સ ટીમે ઓપરેશન કરી પર્દાફાશ કરી રૂ.90 લાખની પાવરચોરી પકડી પાડતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. વીજચોરીમાં ચાર શખસોના નામ ખૂલ્યા છે. સ્થાનિક વીજતંત્રને અંધારામાં રાખી વડોદરાની ટીમે દરોડા પાડતા અનેક સવાલ ઉઠયા છે. વીજીલન્સની ટુકડીઓએ રાત્રીના દરોડા પાડી ઓપરેશન પાર પાડયંુ હતું.

જામજોઘપુર તાલુકામાં ખાણોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આમ છતાં સ્થાનિક વીજતંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા બુધવારે વીજકંપનીની વડોદરા વીજીલન્સના એડીશ્નલ ડીજીપી અનુપમ ગેહલોતની રાહબરી હેઠળ પાંચ ટુકડી તાલુકામાં ત્રાટકી હતી. વીજીલન્સ ટુકડીના અધિકારીઓએ પાટણ ખાણ વિસ્તારમાં દરોડા પાડી ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી કરવામાં આવતી વીજચોરી પકડી પાડી હતી. ચેકીંગના અંતે રૂ.90 લાખની વીજચોરી ખુલતા દંડનીય બીલ ફટકારવામાં આવ્યું હતું. દરોડા દરમ્યાન વીજચોરી કરનાર ચાર શખસોના નામ ખૂલ્યા છે. જેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. સ્થાનિક વીજતંત્રના અધિકારીઓને અંધારામાં રાખી વડોદરા વીજીલન્સ ટીમે દરોડા પાડતા અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...