દુર્ઘટના અટકી:જામનગરના ઈન્દિરા માર્ગ પર ફ્લાયઓવરની કામગીરી દરમિયાન વીજલાઈન કપાઈ, વીજળી ગૂલ થઈ

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેસીબીથી ખોદકામ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ વીજલાઈનમાં વિક્ષેપ થયો

જામનગર શહેરમાં હાલ સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાઈઓવરની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઈન્દિરા રોડ પર પીલરના ખોદકામ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ વીજલાઈન કપાઈ જતા આસપાસના વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી. ચાલુ વીજલાઈન હોવાના કારણે દુર્ઘટના સર્જાતા અટકાઈ હતી.

થોડા દિવસો પહેલા પણ ફ્લાઈઓવર માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ વીજલાઈનને નુકસાન થયું હતું. આજે ફરી એકવાર જેસીબીની મદદથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન વીજલાઈન કપાઈ જતા આસપાસના વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી. સદનસીબે દુર્ઘટના સર્જાતા પણ અચટકી હતી.

અન્ય સમાચારો પણ છે...