તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ ચેકીંગ:જામનગર શહેર-ગ્રામ્યમાં સતત બીજા દિવસે વીજકંપનીએ દરોડા પાડ્યા, 120 વીજ કનેકશનમાંથી 24 લાખની વીજ ગેરરીતિ મળી આવી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજચેકીંગ દરમિયાન 767 વીજ જોડાણ ચેક કરવામા આવ્યા

જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ તંત્ર દ્વારા મોટાપાયે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં 24.27 લાખ વીજચોરી પકડી હતી. જે ચેકિંગ કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને શહેરના સાધનાકોલોની ગોકુલ નગર અને કાલાવડ નાકા બહાર ના વિસ્તારોમાં 40 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું.

ખંભાળિયા ગેટ સબડિવિઝન નગરસીમ સબડિવિઝનમાં અને જામનગર રૂરલ સબ ડિવિઝન ઉપરાંત સીટી સબ ડિવિઝન વિસ્તારમાં કુલ 47 ચેકીંગ સ્કવોર્ડ ઉતારવામાં આવી હતી. 28 પોલીસ તેમજ પોલીસ અને 15 નિવૃત્ત આર્મી મેન તેમજ વીડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી.

જામનગરના સાધનાકોલોની અને આસપાસ ની નવી સોસાયટી ના વિસ્તાર માં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું તે રીતે ગોકુલ નગર અને આજુબાજુ વિસ્તાર દરેક ગામ અને આસપાસના વિસ્તારો ઉપરાંત કાલાવડ નાકા બહાર આવેલી જુદી જુદી સોસાયટીઓમાં મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તંત્રની આ કાર્યવાહીને લઇને વીજચોરોમાં ફફડાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો