વીજ દરોડા:જામનગર શહેરમાંથી વીજ કંપની દ્વારા બે દિવસમાં પોણા કરોડની વીજ ગેરરીતિ ઝડપી પાડી, આજે દેવભૂમિ દ્વારકામાં વીજ ચેકિંગ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલાર પંથકમાં વીજ કંપની દ્વારા સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ઓખા કલ્યાણપુર પંથકમાં 30 વીજ ચેકીંગ ટુકડીઓ દ્વારા વ્યાપક દરોડા

જામનગર પીજીવીસીએલ વર્તુળની કચેરીની વીજ ચેકીંગ ડ્રાઇવ દ્વારા સતત બીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને વધુ 100 વીજ જોડાણમાંથી 32.55 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. માત્ર બે દિવસ દરમિયાન પોણા કરોડની વીજચોરી પકડાઈ છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જામનગરના પીજીવીસીએલ વર્તુળ કચેરીની અલગ-અલગ 37 જેટલી ચેકિંગ ટીમો દ્વારા મંગળવારે શહેરના બેડી, ધરારનગર, ટીટોડીવાડી, વામ્બે આવાસ, વુલનમિલ રોડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન 515 વીજજોડાણો ચેક કરાયા હતા, જેમાં 100 વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી હતી, જેઓને 32.55 લાખના વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં જ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોણા કરોડ ની વીજચોરી પકડી લેવાઇ હતી

આજે સતત ત્રીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાટિયા પંથકના વિસ્તારને આવરી લેવાયો છે. જ્યાં 30 જેટલી વીજ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેના માટે 14 એસઆરપીના જવાનો, 24 લોકલ પોલીસ અને ત્રણ વીડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...