તંત્ર સામે રોષ:જામનગરમાં જુદા-જુદા વિસ્તારોમાં મુકાયેલી મહાનુભાવોની પ્રતિમાઓની બદતર હાલત

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામિ વિવેકાનંદની પ્રતિમા - Divya Bhaskar
સ્વામિ વિવેકાનંદની પ્રતિમા
  • નિયમિત સાફ-સફાઇના અભાવથી ધૂળના થર ચડી ગયા

જામનગર શહેરમાં જામ્યુકો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જેવા કે, હવાઇચોક, સત્યનારાયણ મંદિર રોડ, વિકટોરીયા પુલ પાસે, લાલબંગલા સર્કલ પાસે, સાત રસ્તા, ડીકેવી સર્કલ મહાનુભાવોની પ્રતિમાઓમાં ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઇ, સંત શ્રી નરસિંહ મહેતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વ. વિનુભાઇ માંકડ, સ્વામિ વિવેકાનંદની પ્રતિમાઓ મુકવામાં આવી છે.

સંત શ્રી નરસિંહ મહેતા
સંત શ્રી નરસિંહ મહેતા

આ પ્રતિમાઓને દર મહિને બે વખત સાફ-સફાઇ કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલામ મહિનાથી તંત્ર કે સતાધીશો દ્વારા આ અંગે કોઇ કામગીરી ન કરવામાં આવતા શહેરીજનોમાં ભારે અાશ્ચર્ય ફેલાયું છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ
નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ

આ પ્રતિમાઓને દર મહિને પહેલા સાફ-સફાઇ કરાતી હોવાથી સુંદરતા જળવાતી હતી પરંતુ હાલ આ પ્રતિમાઓને ધૂળની ચાંદર ચડી ગઇ હાેવાથી અને સફાઇ ના અભાવથી આસપાસના ભાગમાં કચરો થઇ જતાં તંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે.

સ્વ. વિનુભાઇ માંકડ, રાણી લક્ષ્મીબાઇ
સ્વ. વિનુભાઇ માંકડ, રાણી લક્ષ્મીબાઇ

આમ તંત્ર દ્વારા દરમહિને બે વખત પ્રતિમાઓની સફાઇ કરવામાં આવતી હતી પરંતુ અેકાએક આ કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાથી લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...