અસરગ્રસ્તની સમીક્ષા:અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા કાલાવડ તાલુકાના ગામોની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લઈ ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી
  • તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદે ગ્રામજનોને ખાતરી આપી

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. જિલ્લાના કાલાવડ તાલુકાના ગામોમાં વરસાદે તારાજી સર્જી હતી, તે ગામની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મૂલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ થયેલા નુકસાનની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી, બાંગા, કૃષ્ણપુર અને ખાનકોટડા ગામોની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.

સાંસદની સાથે સંગઠનના પ્રતિનિધિઓ સહિતનાઓ જોડાયાસાંસદ પૂનમબેન માડમે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે.

આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે. તેમજ તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદે ગ્રામજનોને ખાતરી આપી હતી. આ મુલાકાતમાં સાંસદની સાથે સંગઠનના પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...