દાડમની માગ દુબઈ સુધી:12 વર્ષથી ખેતી કરતા લતીપુરના ખેડૂતના દાડમ દુબઇ-બાંગ્લાદેશ પહોંચ્યા, એક હેક્ટરે 1 લાખનો નફો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ખેડૂતો દાડમની ખેતી તરફ વળતા ગામમાં 120 બગીચા

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં 12 વર્ષ પહેલા જેન્તીભાઇ ડોબરીયા નામના ખેડૂતે 2 એકરમાં દાડમની ખેતી શરૂ કરી હતી. જેમાં તેમને એક હેક્ટરે રૂ. 1 લાખનો નફો થતા હાલમાં તેઓ 10 એકર જમીનમાં દાડમની ખેતી કરી રહ્યા છે. દાડમની ખેતીમાં ફાયદા અને નફાના કારણે ગામના અન્ય ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળતા હાલમાં લતીપુર ગામમાં દાડમના કુલ 120 બગીચા છે.

જયંતીભાઈએ જણાવ્યું હતું કે, દાડમની ખેતીની પ્રેરણા તમને મહારાષ્ટ્રમાંથી મળી હતી. દાડમની ખેતીમાં સામાન્ય પાક કરતા 4થી 5 ગણી મહેનતની સાથે 5 થી 7 ગણો ખર્ચ પણ વધારે થાય છે. જો દાડમનો પાક સારો ઉતરે તો અન્ય પાકની સરખામણીએ 10 ગણો નફો થાય છે. પરંતુ જો પાક સારો ન થાય તો મોટું નુકસાન પણ થાય છે. અન્ય પાકની સરખામણીએ દાડમમાં 50 ટકા પાણી ઓછું જોઈએ છે. સિંદુરી દાડમ દર વર્ષે બાંગ્લાદેશ જઈ રહ્યા છે, તો અત્યાર સુધીમાં ત્રણ વખત દુબઈ પણ નિકાસ કરવામાં આવી છે.

ઉત્પાદન પ્રક્રિયા લાંબી, દાડમની ખેતી પર નિર્ભર રહી ન શકાય
દાડમના વાવેતરથી લઇ તેના ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. તેના છોડ મજબૂત કરવા માટે 18 થી 20 મહિના સમય આપવો પડે છે. એટલે કે, દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે છે. આ કારણોસર માત્ર દાડમના પાક પર નિર્ભર ન રહી શકાય. માટે દાડમના છોડ વચ્ચેની લાઈનમાં કપાસ મગફળી જેવા અન્ય પાકો લઇ શકાય છે.

દાડમની ખેતી કરતા પહેલા યોગ્ય જાણકારી ખૂબ આવશ્યક
દાડમની ખેતી માટે 50થી 60 દિવસ મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ પણ જ્યાં દાડમની ખેતી હોય ત્યાં જતો અને નિરીક્ષણ કરતો હતો. આમ છતાં દાડમની ખેતી કરતા પહેલા તેની યોગ્ય જાણકારી ખૂબ જ આવશ્યક છે. જ્યારે પ્રથમ વખત દાડમનું વાવેતર કર્યું હતું ત્યારે લોકો નકારાત્મક વાતો કરતા હતાં. પરંતુ આજે ખેડૂતો ખેતર પર આવે આવે છે અને માર્ગદર્શન મેળવે છે તેમ જંયતિભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...