ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લાની પાંચેય બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે અને ઇવીએમ મશીનનો તથા મતદાનને લગતું ચૂંટણીનું સાહિત્ય લઈને આજે ચૂંટણી સ્ટાફને પોલીસની સાથે જુદા જુદા મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના વિધોતેજક મંડળ પરિષદમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને ચૂંટણી ફરજ માટેના તમામ સ્ટાફને એકત્ર કરાયા છે. જ્યાંથી જુદા જુદા મતદાન મથકો પર EVMમશીન પહોંચાડવા માટેની બસ સહિત વાહનોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ મતદાનને લગતું સાહિત્ય પણ એકત્ર કરીને પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે જુદી જુદી શાળાની ખાનગી બસો ઉપરાંત એસટી બસોનો કાફલો પણ તૈયાર રખાયો છે. જુદા જુદા મતદાન મથક પર ચૂંટણી સ્ટાફને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે રવાના કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.