ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:જામનગરની 119 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 69.69 ટકા મતદાન, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • 2.66 લાખ મતદારો સરપંચના ઉમેદવારો અને સભ્યોના ભાવિ નક્કી કરશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 247 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જામનગરની 119 અને દેવભૂમિ દ્વારકાના 128 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જામનગરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 69.69 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લામાં એક બે ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

ઉમેદવાર પર હુમલો
જામનગર તાલુકાની વિજરખી ગ્રામપંચાયતની ચૂંટણીમાં હંગામો થયો હતો. મહિલા ઉમેદવાર અને તેના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ​​​​​​જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન સભ્ય તરીકે ઉમેદવારી કરનારી મહિલા અને તેના પુત્રને સામેના જૂથના શખસોએ ઘરમાં ઘુસી માર માર્યો હતો. તેમજ ચૂંટણી લડવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી આજે મતદાનના દિવસે વધુ બંદોબસ્ત ગોઠવ્યો છે.

જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતમાં સામાન્ય, 10 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી અને એક ગ્રામ પંચાયતમાં મધ્યસ્થ ચૂંટણી માટે સરપંચ પદ માટે 116, જ્યારે સભ્ય પદ માટે 697 ઉમેદવારો મેદાને છે. જેમના ભાવિ 2.66 લાખ મતદારો નક્કી કરશે. જામનગર જિલ્લામાં અગાઉ 38 ગ્રામ પંચાયત સમરસ થઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ છે. અગાઉ 28 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...